રાજ્યપાલ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા
પ્રાંતિજમાં ખેડૂતો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન
‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે’ પરિસંવાદ યોજાયો
ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સીધો સંવાદ કરાયો
પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલએ અપીલ કરી
ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખેડૂતો માટે 'પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 'પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ' કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો. તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં કાર્ય કરવાની હિમાયત કરતાં રાજ્યપાલએ વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલન સામે પ્રાકૃતિક ખેતી એક વિકલ્પ નહિ પણ અવશ્યકતા હોવાનું જણાવ્યુ હતું.
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરીણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. આ પ્રસંગે સાંસદ શોભના બારૈયા, ધારાસભ્ય વી ડી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલ, જિલ્લા કલેક્ટરશ લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, માસ્ટર ટ્રેનર ખેડૂતો, કૃષિ સખી બહેનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.