સાબરકાંઠાના હિંમતનગરમાં પાંચ ફૂટના અજગરનું કરાયું રેક્સ્યૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માચીસ ફેક્ટરી પાસે  અજગર આવતાં સ્થાનિકોએ ભગાડ્યો હતો. જે અજગર કેનાલમાં ગયો હતો.  જીવદયાપ્રેમીએ અજગર કેનાલમાંથી રેસ્ક્યૂ કરી

New Update
surendranagr

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માચીસ ફેક્ટરી પાસે  અજગર આવતાં સ્થાનિકોએ ભગાડ્યો હતો. જે અજગર કેનાલમાં ગયો હતો.  જ્યાંથી જીવદયાપ્રેમીએ અજગરને કેનાલમાંથી રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો.હિંમતનગરના માચીસ ફેક્ટરી પાસે આવેલી કેનાલ નજીકના એક મકાનમાં પક્ષીઓ હોવાને લઈને બપોરે અજગર આવી ગયો હતો. ત્યાર બાદ ઘરમાંથી અજગરને બહાર કાઢવાના પ્રયત્નો સ્થાનિકોએ કર્યા હતા.જેને લઈને અજગર કેનાલમાં પડ્યો હતો.

ત્યાર બાદ સ્થાનિકો પ્રિન્સ લાઈવ જીવદયા ટીમને જાણ કરી હતી. જ્યાંથી અજગર પડ્યો હતો તે સ્થળ પર પહોંચી કેનાલમાં ઉતર્યા હતા અને પાણીમાંથી પાંચ ફૂટના અજગરનું રેક્સ્યૂ કર્યું હતું.ઘરમાં પક્ષીઓ હોવાને લઈને અજગર શિકાર માટે આવ્યો હતો, જે સ્થાનિકોએ હટાવતા કેનાલમાં પડ્યો હતો. જ્યાં કેનાલના પાણીમાંથી અડધો કલાકે પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત વન વિભાગને સોંપ્યો હતો.

Latest Stories