ગુજરાતમાં 24 પૈસા માટે કાનૂની દાવો કરનાર ગ્રાહકને ફોરમે 1 હજારનો દંડ ફટકાર્યો

ગુજરાતમાં એક ગ્રાહકને 24 પૈસા માટેની કાનુની લડાઈ ઘણી મોંઘી સાબિત થઈ છે. માત્ર 24 પૈસા માટે કાનુની દાવો માંડનાર ગ્રાહકને ગ્રાહક ફોરમે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

New Update
a

ગુજરાતમાં એક ગ્રાહકને 24 પૈસા માટેની કાનુની લડાઈ ઘણી મોંઘી સાબિત થઈ છે. માત્ર 24 પૈસા માટે કાનુની દાવો માંડનાર ગ્રાહકને ગ્રાહક ફોરમે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલે પંચે ન્યાયની મજાક ઉડાડવા તથા સમય બગાડવાની આકરી ટીપ્પણી કરી હતી.

અમદાવાદ જિલ્લાના દેત્રોજનાં પ્રશાંત પટેલ આ વર્ષે 10 મી જાન્યુઆરીએ પીઝા ખાવા ગયા હતા. ત્યાં રેસ્ટોરન્ટ તરફથી તેમને રૂપિયા 665નું બીલ આપ્યુ હતું. હકીકતે બિલ 664.76 પૈસાનું હતું પરંતુ રાઉન્ડ ઓફ સીસ્ટમ મુજબ 665 રૂપિયા કરીને આપ્યું હતું. બિલમાં વધારાના 24 પૈસા સામે તેમણે વાંધો ઉઠાવ્યો અને ઓવર ચાર્જનો આરોપ મૂક્યો હતો. રેસ્ટોરન્ટના સ્ટાફે આ બાબતે મેનેજમેન્ટનું ધ્યાન દોરવાની અને જો વધારે ચાર્જ લેવામાં આવે તો રિફંડ મોકલવાની જવાબદારી લીધી.

જો કે ગ્રાહકને રેસ્ટોરન્ટ ઓર્ડર મુજબ જવાબ આપ્યો ન હતોઆથી તેણે ગાંધીનગર સ્થિત ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશનમાં દાવો માંડ્યો હતો. તેણે રેસ્ટોરન્ટના માલિકને દંડ ફટકારવાની માંગણી કરી હતી. ગ્રાહકે દલીલ કરી હતી કે રેસ્ટોરન્ટ દ્વારા બિલની રકમને રાઉન્ડિંગ ઓફ કરવાના નામે ગ્રાહકો પાસેથી વધારે ચાર્જ વસૂલી રહ્યા છે. રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે પોતાના બચાવ કરતાં કહ્યું હતું કે બિલ સરકારની માર્ગદર્શિકા મુજબ જ તૈયાર કરવામાં આવ્યું છે અને બિલ બનાવવા સોફ્ટવેર છેતે મુજબ બનાવવામાં આવ્યું છે.

માત્ર 24 પૈસાને લઈને ઉભા થયેલા વિવાદમાં રેસ્ટોરન્ટ સામે કાનુની દાવો માંડનારા ગ્રાહક પર ગ્રાહક પંચ નારાજ થયુ હતું અને તેમણે ટીપ્પણી કરી હતી કે 24 પૈસાની રિકવરી માટેનો દાવો ન્યાયની મજાક કરવા તથા પંચનો સમય બગાડવા સમાન છે. સરકાર તથા રિઝર્વ બેન્કની ગાઈડલાઈન મુજબ બીલની રકમ રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ફરિયાદ ખોટી છે અને તે ગ્રાહક પંચને ગેરમાર્ગે દોરવા સમાન છે. કમિશને ગ્રાહકની ફરિયાદને ફગાવીને ગ્રાહકને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.