Connect Gujarat
ગુજરાત

કચ્છ અને ખડીરના રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન,જુઓ સુંદર નજારો

કરછ જીલ્લામાં આ વર્ષે સારો વરસાદ વરસતા નાના બેટ જેવા સ્થળોએ મોટા પ્રમાણમાં ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે

X

કરછ જીલ્લામાં આ વર્ષે સારો વરસાદ વરસતા નાના બેટ જેવા સ્થળોએ મોટા પ્રમાણમાં ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે.

પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ વન્ય પ્રાણી અભ્યારણ હાલે મહત્વપૂર્ણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં હાલે ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ મહત્વપૂર્ણ છે.

કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં વર્ષ-2019 ના ચોમાસા દરમ્યાન બ્રીડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તથા અગાઉની બ્રીડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવામાં આવતી હોય છે.

Next Story