Connect Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવામાં આવશે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય અને દેશમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા છે.

X

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય અને દેશમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા છે.

31 ડીસેમ્બરની ઉજવણી એટલે કે વીતેલા વર્ષને ભૂલી નવા વર્ષને આવકારવાનો દિવસ કામકાજમાંથી મુક્ત બનીને લોકો આ દિવસને મન ભરીને માણવા માંગે છે અને તેના માટે જ મોટી હોટેલ ફાર્મ હાઉસ કે ડિસ્કો ક્લબમાં જવાનો આગ્રહ લોકો રાખે છે પરંતુ આ બધુ જ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મળતા ગુજરાતવાસીઓ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતાનગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે જેને લઈ ટેન્ટસિટી, હોટલો ફૂલ બુકીંગ થઇ ગયા છે અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓને નવાવર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.2023 ને બાયબાય કરવા અને 2024ને આવકારવા માટે આખા એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

Next Story