દાદરા નગર હવેલીમાં પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

New Update

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતીજ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસારસંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં પ્લાસ્ટિકના કેરેટ બનાવતી વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત બુધવારે રાત્રી દરમિયાન નાઈટ શિફ્ટમાં કામદારો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની ઘટના બનતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીના કામદારોએ આગની ઘટના અંગે શિફ્ટ મેનેજર અને કંપની સંચાલકોને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ સેલવાસ અને આજુબાજુમાં આવેલી 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોચી હતી. પ્લાસ્ટિકના કેરેટ બનાવતી કંપની હોવાથી પ્લાસ્ટિકમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ હાલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. વલસાડ FSLની ટીમની મદદ લઈને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે. આગની ઘટનાને લઈને કંપનીમાં મુકેલો કરોડો રૂપિયાનો કાચોમાલ અને તૈયાર માલમાં નુકશાની પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories