New Update
સાબરકાંઠાના ઇડરનો બનાવ
અચરાલ ગામે માતાનું કૃત્ય
15 દિવસના બાળકને કૂવામાં ફેંકી કરી હત્યા
કાગળમાં લપેટયા બાદ કૂવામાં ફેંકી દેવાયો
પોલીસે માતાની કરી ધરપકડ
સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય માતાએ સામાન્ય બાબતે પોતાના કાળજાના કટકાને 150 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ફેંકી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે..
સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય છે. લક્ષ્મીબેન ચૌહાણનો પરિવાર મજૂરી પર આસપાસના વિસ્તારમાં ગયો હતો જે દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યુ હતું જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાના પરિવારનો ભય જણાતા તેમણે કાગળમાં લપેટી પોતાના વહાલસોયા કટકાને પથ્થરથી બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે પરત આવી ગઈ હતી..
તેમજ ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.આ મામલે પોલીસે માતાની કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી પોલીસે બાળકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતી.
Latest Stories