પાટણ: ગંગાપુરા ગામમાં સૈન્યમાં ફરજ પૂર્ણ કરી પરત ફરેલા જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ગંગાપુરા ગામે સૈન્યમાં ફરજ પૂર્ણ કરી ગામનો યુવક હેમખેમ ગામમાં પરત આવતા પરિવાર અને ગામના લોકોએ આર્મીમેન યુવાનનું DJના સથવારે ભવ્ય સ્વાગત કર્યું હતું.

New Update

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ગંગાપુરા ગામે સૈન્યમાં ફરજ પૂર્ણ કરી ગામનો યુવક હેમખેમ ગામમાં પરત આવતા પરિવાર અને ગામના લોકોએ આર્મીમેન યુવાનનું DJના સથવારે ભવ્ય સ્વાગત કર્યું હતું.આ ક્ષણે ઘણા વર્ષ બાદ યુવક પોતાની ફરજ પૂર્ણ કરી ગામમાં આવતા પરિવાર અને ગામના લોકોની આંખોમાં ખુશીનાં આંસુ જોવા મળ્યા હતા.

સૈન્યમાં ફરજ પૂર્ણ કરી પરત ફરેલા જવાનનું ઉષ્માભર્યું સ્વાગત

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગંગાપુરા ગામના ભરત ચૌધરીએ ભારતીય સૈન્યની 18 વર્ષ સર્વિસ પુરી કરીને આજે પોતાના માદરે વતન ગંગાપુરા પધાર્યા હતા. આ સાથે અન્ય 2 આર્મી જવાનનું પણ ગંગાપુરાના ગામ વાસીઓએ DJ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના અન્ય યુવાનો પણ ફોજમાં જોડાઈ અને ભારત દેશની રક્ષા કરવા સક્ષમ રહે તેવો સંદેશ પણ ગ્રામજનોએ  ગામના યુવાનોને આપ્યો હતો.

Latest Stories