સુરેન્દ્રનગર : શિયાણી ગામની વિદ્યાર્થિનીએ અનોખી સાયકલ બનાવી, પેટ્રોલ-ડિઝલની બચત સાથે વાતાવરણ રહેશે પ્રદૂષણમુક્ત...

લીંબડી તાલુકાના શિયાણી ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઇલેક્ટ્રિક સાયકલની અનોખી શોધ કરી છે. જેનાથી પેટ્રોલ-ડિઝલની બચત સાથે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય છે

New Update
  • લીંબડી તાલુકાના શિયાણી ગામની વિદ્યાર્થિનીની સિદ્ધિ

  • સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની પહેલ

  • વિદ્યાર્થીનીએ કરી છે ઇલેક્ટ્રિક સાયકલની અનોખી શોધ

  • પેટ્રોલ-ડિઝલની બચત સાથે વાતાવરણ પ્રદૂષણમુક્ત

  • મધ્યમવર્ગીય લોકોનો પણ પોષાય તેવી અનોખી સાયકલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઇલેક્ટ્રિક સાયકલની અનોખી શોધ કરી છે. જેનાથી પેટ્રોલ-ડિઝલની બચત સાથે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય છે અને ખાસ કરીને આ સાયકલ મધ્યમવર્ગીય લોકોનો પણ પોષાય તેમ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત અનોખી ઇલેક્ટ્રિક સાયકલ બનાવતા આ સાયકલની ક્રુતિની રાજ્યકક્ષાએ પસંદગી થઇ છે. હાલ પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાનને આંબી રહ્યાં છેજેને લઇને સ્કુટર તેમજ કાર સહીતના ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ જોવા મળી રહ્યું છે. લોકોમાં પણ ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ ઇલેક્ટ્રોનિક વાહનોની કિંમત પેટ્રોલ-ડિઝલના વાહનો કરતા વધુ જોવા મળી રહી છે.

જેથી સામાન્ય વર્ગના પરિવારો આવા વાહનો ખરીદી કરી શકતાં નથી. આથી સામાન્ય વર્ગના પરિવારો પણ ઇલેક્ટ્રોનિક વાહનનો ઉપયોગ કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે વિદ્યાર્થિની વિરલબા જાદવે ઇલેક્ટ્રિક તેમજ સોલાર બન્નેના ઉપયોગથી ચાલતી અનોખી સાયકલ બનાવી છે. અંદાજે ૩થી ૪ દિવસની મહેનત બાદ આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ બનાવવામાં આવી છે. આ સાયકલની ખાસ વિશેષતા એ છે કેઆ સાયકલમાં લગાવેલ બેટરી સોલારડાયનેમા અને ઇલેક્ટ્રિક એમ ત્રણ રીતે ચાર્જ થઇ શકે છે.

કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ માટે શાળાના વિદ્યાર્થીઓ  દ્વારા બનાવેલા ક્રુતિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છેજેમાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલની ક્રુતિ રાજ્યકક્ષાએ પસંદગી પામતા વિદ્યાર્થીનીને આ ક્રુતિ બનાવવા માટે રૂપિયા ૧૦ હજારની આર્થિક સહાય પણ આપવામાં આવી છે. આગામી વર્ષોમાં ઇલેક્ટ્રોનિક બાઇક અને કારના જમાનામાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ ચોક્કસ સફળ રહેશે તેવી આશા છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.