Connect Gujarat
ગુજરાત

રાજયમાં આજે 419 નવા કેસ નોધાયા, એક દર્દીનું થયું મોત

રાજયમાં આજે 419 નવા કેસ નોધાયા છે.જ્યારે 12,19,657 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ ઘટીને 3512 થયા છે

રાજયમાં આજે 419 નવા કેસ નોધાયા, એક દર્દીનું થયું મોત
X

રાજયમાં આજે 419 નવા કેસ નોધાયા છે.જ્યારે 12,19,657 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ ઘટીને 3512 થયા છે, જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 3511 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે મહેસાણામાં એક દર્દીનું મૃત્યુ થયાના સમાચાર છે. જેના કારણે મૃત્યુઆંક 1 વધીને 10,948 થયો છે. આમ રાજ્યમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 98.83 ટકા થયો હતો.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 159 કેસ, સુરત કોર્પોરેશનમાં 78, વડોદરા કોર્પોરેશનમા 29, મહેસાણામાં 19, ભાવનગર કોર્પોરેશનમાં 16, મોરબીમાં 12, વડોદરામાં 11, વલસાડમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, સુરતમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 8, ભરૂચમાં 7 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત ગાંધીનગરમાં 7, કચ્છમાં 7, નવસારીમાં 7, અમદાવાદમાં 5, જામનગર કોર્પોરેશનમાં 5, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 3, આણંદમાં 2, પાટણમાં 2, પોરબંદરમાં 2, સાબરકાંઠામાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, જામનગરમાં 1, તાપીમાં 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો અંગે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં કુલ 3512 કોરોના એક્ટિવ કેસ છે. જે પૈકી 1 વેન્ટીલેટર ઉપર 3511 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43981 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.

Next Story