શ્રાવણ માસમાં ગૌમાંસ ઝડપાતા રોષ
ગૌમાંસ લઇ જતા દંપતી ઝડપાયું
પોલીસે છ આરોપીની કરી ધરપકડ
હિન્દુ સંગઠનોમાં ઘટનાથી રોષ
પોલીસે સઘન તપાસ કરી શરૂ
દ્વારકા જિલ્લાના ભાણવડ - ખંભાળિયા રોડ પરથી મોપેડ પર ગૌમાંસ લઇ જતા દંપત્તિ ઝડપાયું હતું,જ્યારે પોલીસ તપાસમાં આ ઘટનામાં અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે,શ્રાવણ માસમાં બનેલી ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં રોશની લાગણી જોવા મળી હતી.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અંદાજે 27 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાતા ગૌ ભક્તો અને શિવભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ભાણવડ-ખંભાળિયા રોડ પર બની હતી, જ્યાં ગૌ ભક્તોએ એક એક્ટિવા પર ગૌમાંસ લઈ જઈ રહેલા સલાયાના સલીમ શુંભણીયા અને તેની પત્ની અજીજાબેન શુંભણીયાને ઝડપી પાડ્યા હતા. આ દંપતી સલાયામાં નોનવેજનો ધંધો ચલાવે છે. ગૌ ભક્તોએ તેમને ખંભાળિયા પોલીસને સોંપ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગૌમાંસના સેમ્પલ FSL માટે રાજકોટ મોકલ્યા હતા.FSL રિપોર્ટમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ આ ગૌમાંસ ભાણવડ પંથકમાંથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. આ કબુલાતના આધારે પોલીસે ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામે દરોડો પાડ્યો હતો. ગામમાં આવેલા કબ્રસ્તાન પાછળના ખુલ્લા ભાગે તપાસ કરતા ગૌવંશની હત્યા કરાયેલા અવશેષો અને તેને લગતા હથિયારો મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગૌવંશની હત્યાના અવશેષો અને હથિયારો સગેવગે કરવાનો પ્રયાસ કરતા અબ્દુલ સમા, ફારૂક ધાવડા, ઓસમાણ ઉર્ફે ભોટો દુધા અને આમીન ઉર્ફે કારિયા ધુધા નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ પવિત્ર શ્રાવણ માસમાં ગૌમાંસનો જથ્થો મળી આવતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને ગૌભક્તોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
/connect-gujarat/media/media_files/2025/12/04/p-two-arrested-for-betting-on-ipl-match-p-_1743103086441-2025-12-04-09-05-56.jpg)