અનોખી અંતિમયાત્રા ! આણંદના ઉમરેઠ ગમે વાજતે ગાજતે નીકળી વૃદ્ધાની સ્મશાનયાત્રા, હસતા મોઢે વિદાય અપાય...

આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં 88 વર્ષની ઉમરે વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે બેન્ડવાજા સાથે વૃદ્ધાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

New Update

મરણ પ્રસંગે મરસિયા ગવાય અને જે મૃત્યું પામ્યું હોય તેને યાદ કરી કરીને તેના પાછળ કરૂણ રૂદન કરાતું હોય છે. પરંતુ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામ એક વૃદ્ધાના મૃત્યું પછી અલગ જ રીતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ઉમરેઠ ગામે અલગ પ્રકારની નીકળેલી અંતિમયાત્રાને લઈ સૌકોઈ અંચબિત થઈ ગયા હતા. ઉમરેઠ ગામે 88 વર્ષની ઉમરે વૃદ્ધાએ અંતિમ શ્વાસ લેતા અવસાન થયું હતું. જોકે, 88 વર્ષીય વૃદ્ધાએ પોતાના નિધન બાદ અંતિમયાત્રા બેન્ડવાજા સાથે કાઢવા વસિયત કરી હતી. આ સાથે જ વૃદ્ધાએ પોતાને રડતા રડતા નહીં પણ હસતા મોઢે વિદાય આપવા કહ્યું હતું, ત્યારે વૃદ્ધાની અંતિમ ઈચ્છા અનુસાર, પરિવારના સભ્યોએ બેન્ડવાજા સાથે વૃદ્ધાની અંતિમયાત્રા કાઢી હતી. જે અંતિમયાત્રા બેન્ડવાજા સાથે સ્મશાન સુધી પહોંચી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ટો બીજી તરફ, બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રાને જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત થયા હતા.

Latest Stories