જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેમાં શહેરના બન્ને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા સમગ્ર દેશમાં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર શહેરના નાગરિકો દ્વારા સીટીઝન ફિડબેક આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વિવિધ 3 સ્થળો પર ઈન્ડેક્ષ સર્વેમાં ભાગ લેવા શહેરીજનોને અપીલ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરીજનો સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વીજળી જેવા 17 જેટલા સામાન્ય વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપી શહેરને સ્માર્ટ સિટીના પ્રથમ ક્રમાંક પર લઈ જવા આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા અને બન્ને ધારાસભ્યો દ્વારા શહેરની ઈન્ડેક્ષ સર્વેની કામગીરીમાં વધુમાં વધુ શહેરીજનો જોડાઈ ઓનલાઈન ફિડબેક આપે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.