વલસાડ: કોસંબા ગામ ખાતે રણછોડજીને રાખડી બાંધવાની અનોખી પરંપરા,ત્યારબાદ  રક્ષાબંધનની થાય છે ઉજવણી

વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી

New Update

વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી,અને ભગવાનને રાખડી બાંધીને ધન્યતા અનુભવી હતી.

વલસાડ જિલ્લાના કોસંબા ગામમાં આવેલ રણછોડજી મંદિરમાં ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી.કોસંબા સ્થિત આવેલ 100 વર્ષથી વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધનનો અનેરો સંગમ છે.આ વિસ્તારની બહેનો સૌ પ્રથમ ભગવાન રણછોડરાયને રાખડી બાંધે છે અને ત્યારબાદ ભગવાનને પોતાના ભાઈના વ્યવસાય ધંધામાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના  કરે છે. અને બહેન ત્યારબાદ જ પોતાના ભાઈને રાખડી બાંધે છે.આ ગામના માછીમારો પણ સૌપ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
#Valsad #Ranchodji Mandir Kosamba #રણછોડજી મંદિર કોસંબા #રણછોડજી મંદિર #Ranchodji temple #Rakshabandhan #rakhi #Gujarat #Kosamba
Here are a few more articles:
Read the Next Article