બનાસકાંઠા : અંબાજીમાં ડિમોલિશનના અસરગ્રસ્તોની મુલાકાતમાં MLA અને પોલીસવડા વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી

અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે,

New Update
  • અંબાજીમાં MLA - SP વચ્ચે શાબ્દિક ટપાટપી

  • અંબાજી શક્તિ કોરિડોરની ચાલી રહી છે કામગીરી  

  • 89 મકાનનું ડિમોલિશન કરતા પરિવાર બન્યા બેઘર

  • કોંગ્રેસ ડેલિગેશને કરી અસરગ્રસ્તોની મુલાકાત

  • કોંગી MLA અને પોલીસવડા વચ્ચે સર્જાયું શાબ્દિક ઘર્ષણ 

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજીમાં ડિમોલિશનનીમાં અસરગ્રસ્તોની મુલાકાતે ધારાસભ્ય કાંતિ ખરાડી આવ્યા હતા,જોકે આ સમયે જિલ્લા પોલીસ વડા સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું.

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થાય તે પહેલા જ ડિમોલિશનના અસરગ્રસ્તોનો વિવાદ વધુ વકર્યો છે અને કોંગ્રેસ ડેલિગેશન તેમને મળવા પહોંચ્યું હતું.તે સમયે વ્યવસ્થાની બાંહેધરી આપવા પહોંચેલા જિલ્લા પોલીસવડા અને ધારાસભ્ય કાંતિ ખરાડી વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.

અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે,ત્યારે કોંગ્રેસ ડેલિગેશન આ અસરગ્રસ્તોની મુલાકાત માટે પહોંચ્યું હતું અને અસરગ્રસ્તો સાથે સાંસદ ગેનીબેન ઠાકોરધારાસભ્ય જીગ્નેશ મેવાણી,ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ લાલજી દેસાઈ સહિતના નેતાઓએ વાતચીત કરી હતી.

જ્યારે જિલ્લા પોલીસવડા પણ અહીંયા પહોંચ્યા હતા,તેમણે તમામ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અને પીએમ આવાસ યોજના હેઠળ મકાન આપવાની બાંહેધરી આપી હતી,આ સમય દરમિયાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ અસરગ્રસ્તો માટે કોઈ વ્યવસ્થા નહીં થાય તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી ગર્ભિત ધમકી આપી હતી,અને આ વાતથી નારાજ થઈને પોલીસવડાએ પણ વળતો જવાબ આપ્યો હતો,જે શાબ્દિક ઘર્ષણના વિડીયો પણ વાયરલ થયા હતા.

Latest Stories