Connect Gujarat
ગુજરાત

યુકેની કંપનીમાં નોકરી મળી હોવાનું જણાવી અરવલ્લીની મહિલા સાથે રૂ. 40 લાખની છેતરપિંડી..!

એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનુ રોળાઇ ગયું છે. મહિલાને યુકેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ. 40 લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

X

અરવલ્લી જિલ્લામાં એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનુ રોળાઇ ગયું છે. મહિલાને યુકેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ. 40 લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

અરવલ્લીમાં એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનુ રોળાઇ ગયું છે. મહિલાને યુકેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ. 40 લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલાએ મોડાસાની અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગ સામે રૂ. 40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ કંપનીએ પરિવારને યુકેમાં ઓપન વિઝા થયેલ હોવાનું કહીને કંપનીમાં મહિલાને રૂ. 2.34 લાખની પગારની નોકરી મળવાની ખાત્રી આપી હતી. ઉલ્લેખનિય છે કે, શિકા ગામના અરુણા ચૌધરી બાળકો તેમજ તેમના પતિ અને દિયર યુકે ગયા હતા. યુકે જતા મહિલાને જે કંપનીમાં નોકરી મળવાની હતી, તે કંપની જ બોગસ નીકળતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. આખરે નોકરીના અભાવે મહિલા અને બંને દીકરીને ભારત પરત ફરવું પડ્યું છે. પીડિત મહિલાએ અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગના સંચાલક વિરુદ્ધ મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story