New Update
/connect-gujarat/media/media_files/2025/11/29/mahesana-stray-cattle-2025-11-29-18-29-54.jpg)
મહેસાણાના બહુચરાજીમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લીધો છે અને યુવકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવક સુરેશ ઠાકોરનું મોત થયું છે. મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરના ત્રાસ યથાવત વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે, બહુચરાજીમાં તોફાને ચઢેલી એક ગાયે સુરેશજી ઠાકોરને શિંગડાથી અને પગની લાતોથી મૂઢ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.સુરેશજી ઠાકોરને ગાય પાછળ પડતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મોત થયું.
Latest Stories