મહેસાણાના યુવકની સેલ્ફીની જોખમી ઘેલછા
માઉન્ટ આબુમાં સેલ્ફી લેવી પડી ભારે
પ્રવાસી યુવક 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો
સ્થાનિક રેસ્ક્યુ ટીમે યુવકને કોતરમાંથી કાઢ્યો બહાર
જોખમી સેલ્ફીથી દૂર રહેવા માટે તંત્રની અપીલ
મહેસાણાનો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો. આ દરમિયાન સેલ્ફી લેવા જતાં તે અચાનક 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ ઘટનાને પગલે ભયનો માહોલ છવાય ગયો હતો.
રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર સેલ્ફીના ચક્કરમાં યુવક-યુવતીઓના ખીણમાં ખાબકવાની ઘટનાઓ સામે આવતી હોય છે. મહેસાણાનો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો. આ દરમિયાન સેલ્ફી લેવા જતાં તે અચાનક 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ બનાવને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટના બનતા જ તાત્કાલિક સ્થાનિક બચાવ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ તમામે યુવકને ખીણમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મહા મહેનતે વિષ્ણુ ઠાકોરને બહાર કઢાયો હતો અને તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના બાદ આવા જોખમી સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવા અને ચેતવણીના બોર્ડ લગાવવા અત્યંત જરૂરી છે.તેમજ પ્રવાસીઓને જોખમી સ્થળે સેલ્ફી ન લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.