યુવક બન્યો “હની ટ્રેપ”નો શિકાર : અમરેલીમાં રૂ. 3 લાખ ખંડણી માંગનાર 3 નકલી પોલીસ અને યુવતીની ધરપકડ...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ટાઉન પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ 3 ઈસમો છે નકલી પોલીસ અને સાથે ઊભેલી યુવતી છે

યુવક બન્યો “હની ટ્રેપ”નો શિકાર : અમરેલીમાં રૂ. 3 લાખ ખંડણી માંગનાર 3 નકલી પોલીસ અને યુવતીની ધરપકડ...
New Update

સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે પરિચય કેળવી યુવતી કારમાં લઈ જઈ રહી હતી, ત્યારે અન્ય વાહનમાં નકલી પોલીસ બનીને આવેલા ઈસમોએ રૂ. 3 લાખની ખંડણી માંગવાની ઘટનાનો અમરેલી જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ટાઉન પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ 3 ઈસમો છે નકલી પોલીસ અને સાથે ઊભેલી યુવતી છે અસ્મિતા લાભુ ચાવડા. એક અઠવાડિયા અગાઉ ફેસબુકના માધ્યમથી સાવરકુંડલાના ચરખડિયા ગામના હિતેશ તળાવીયા નામના યુવક સાથે પરિચયમાં આવેલી આરતી પરમાર ફેક નામ ધારણ કરેલી આ અસ્મિતા ચાવડા સાવરકુંડલાની નાવલી નદીમાંથી કારમાં બેસીને પ્રેમિકા બનીને મળવા જઈ રહી હતી, ત્યારે હાથસણી રોડ પર પહોચ્યા બાદ અન્ય 4 ફોર વ્હીલ કારમાં 7 જેટલા ઈસમોએ આવી કાર રોકાવી હતી. હિતેશ તળાવીયાને ક્યાં લઇ જાઓ છો છોકરીને તેમ કહી હાથમાં હાથકડી પહેરાવીને પોલીસની ખોટી ઓળખ આપી ડરાવવા સાથે ધમકાવ્યો હતો. બાદમાં ભોગ બનનાર હિતેશ તળાવીયાને પોતાના ગામ ચરખડિયા લઈ જઈને રૂ. 3 લાખ આપવાની ખંડણી માંગી હતી. પણ પોતાના ઘરેથી રૂ. 3 લાખ આપુ તેમ કહી ચરખડિયા ગામ પહોંચેલા યુવક પોતાના ઘરની વંડી ટપીને નાસી છૂટ્યો હતો. અને ગામના સરપંચને સમગ્ર ઘટનાની જાણ કરતા નકલી પોલીસ બનીને આવેલા શખ્સો પણ નાસી છૂટ્યા હતા. જે અંગે તા. 31 જાન્યુઆરીએ હિતેશ તળાવીયાએ ફરિયાદ નોંધાવતા નકલી પોલીસ બનેલા 3 ઇસમો કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ, હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ ધાંધલ સાથે આરતી પરમાર બનીને વાત કરતી અસ્મિતા લાભૂ ચાવડા નામની યુવતીને પોલીસે ટેકનિકલ સરવેલન્સ અને સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવવાનો કારસો રચનાર ખુદ પોલીસના હાથે ઝડપાય ગયા છે.

#Gujarat #CGNews #India #arrested #Amreli #Youth #victim #Honey Trap #3 fake cops and girl #ransom
Here are a few more articles:
Read the Next Article