/connect-gujarat/media/media_files/2025/08/05/chaitar-vasava-bail-application-2025-08-05-18-12-19.jpg)
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. જોકે, હવે ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઇ નથી.હવે આગામી 13 ઓગષ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
આ પહેલા નીચલી કોર્ટ અને સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, ત્યારબાદ AAP નેતાએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણીની મુદત પાડવામાં આવી હતી. કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ન આપતા 5 ઓગષ્ટે સુનાવણીની મુદત આપી હતી. ત્યારબાદ આજે 5 ઓગષ્ટ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત મળી નથી. કારણ કે, ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ નથી.હવે 13 ઓગષ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.