Connect Gujarat
ગુજરાત

AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ PM મોદી વિશે આપત્તિજનક શબ્દોનો કર્યો ઉપયોગ, મહિલા આયોગે ફટકારી નોટિસ.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે.

AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ PM મોદી વિશે આપત્તિજનક શબ્દોનો કર્યો ઉપયોગ, મહિલા આયોગે ફટકારી નોટિસ.
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષના નેતાઓ ગુજરાતની જનતાને પોતાની વાત સમજાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના અમિત માલવિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલી રહ્યા છે. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે. તા. 13મી ઓક્ટોબર, ગુરૂવારે આ મામલા અંગે સુનાવણી થશે. નેશનલ કમિશન ઓફ વુમન તજીન્દ્ર બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુકેલો વીડિયો ટાંકીને કહ્યું છે કે, આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલતા વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મહિલાઓનું પણ અપમાન કર્યું છે. આમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે, તે જેન્ડર બાયસ્ડ અને ઘણાં જ શરમજનક, નિંદનીય છે. જેથી મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને 13મી ઓક્ટોબર, ગુરૂવારના રોજ કમિશન સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે. બીજેપી નેતા અમિત માલવિયા પોતાના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ પર ગોપાલ ઈટાલિયાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં AAPના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પીએમ મોદીની ગુજરાત મુલાકાતને એક નાટક ગણાવ્યું છે. સાથે જ તે પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરતા પણ સાંભળી શકાય છે. ગોપાલ ઈટાલિયા કહેતા જોવા મળે છે કે 'શું આ પહેલા ક્યારેય કોઈ વડાપ્રધાને આવી યુક્તિ કરી છે? જોકે, આ વાયરલ વિડિયો નવો છે, કે જૂનો તેની હજી ખરાઈ થઈ નથી.

Next Story