રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી છે. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યાથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.ગાંધીનગર માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી તપાસમાં ACBની ટીમે 31 હજાર રોકડ રકમ હાથ લાગી છે તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબજે કર્યા છે. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો આ સર્ચ ઓપરેશન લગભગ 4 કલાક સુધી ચાલ્યું હતું રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગત ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના ઘરે ACBનું સર્ચ ઓપરેશન,રૂ. 800 કરોડના કૌભાંડ મામલે કરવામાં આવી છે ધરપકડ
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે.
New Update