/connect-gujarat/media/media_files/2025/07/18/cambridge-school-2025-07-18-18-32-22.jpg)
સુરેન્દ્રનગરના વઢવાણ-કોઠારિયા રોડ પર ખાનગી સ્કૂલની વાન ટ્રક પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, સ્કૂલ વાનમાં સવાર અંદાજે 3 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના વઢવાણ-કોઠારિયા રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે ખાનગી કેમ્બ્રિજ સ્કૂલની વાનને અકસ્માત નડ્યો હતો, જ્યાં માર્ગ પર આગળ જઈ રહેલ ટ્રકના ચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ સ્કૂલ વાન ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
આ દરમ્યાન સ્કૂલ વાનમાં સવાર અંદાજે 3 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.