ભરૂચ- અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ
વર્ષ 2021માં બ્રિજને વાહનવ્યવહાર માટે શરૂ કરાયો
બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જાહેરનામું
જાહેરનામાનો કાગળ પર જ અમલ !
2021માં વાહન ચાલભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિનો નિવેડો લાવવા માટે સરકાર દ્વારા નર્મદા નદી પર નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નર્મદા મૈયા બ્રિજ વર્ષકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જોકે ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતોની હારમાળા સર્જાતા લોકાર્પણના એક વર્ષની અંદર જ તંત્રએ જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.જે આજ દિન સુધી અમલમાં છે.છતાં પણ આ જાહેરનામાનો માત્ર કાગળ પર જ અમલ થતો હોય તેવું લાગી રહ્યું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતો અને ભરૂચ અંકલેશ્વરની કરોડરજ્જુ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ વાહનોની વધતી સંખ્યા વચ્ચે વામણો પુરવાર થઈ રહ્યો હતો અને ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું આ સમયે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરી નર્મદા નદી પર રૂપિયા 400 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રીજનો નિર્માણ કરવામાં આવ્યું હતું જેનો તારીખ 12/06/2021ને રથયાત્રાના પાવન અવસરે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકાર્પણના એક વર્ષની અંદર જ ભારે વાહનો પર પ્રતિબંધ !
નર્મદા મૈયા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવા આવ્યો હતો પરંતુ બ્રિજ પરથી દોડતા ભારે વાહનોના પગલે અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી જેના પગલે તે સમયના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા તારીખ 25 મે 2022ના રોજ જાહેરનામું બહાર પાડી નર્મદા મૈયા બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો.
એસ.ટી.વિભાગને જાહેરનામામા રાહત અપાય,ખાનગી બસ પણ દોડે છે!
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા તંત્રને રજૂઆત કરી નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસને પસાર થવા દેવા વિનંતી કરી હતી જેના પગલે તંત્ર દ્વારા એસટી બસને છૂટ આપવામાં આવી હતી.સરકારી ઇંધણ, ટોલ ટેક્સ, મુસાફરોનો સમય બચે તે માટે એસટી બસોને બ્રિજ પરથી અવર જવરની પરવાનગી આપવામાં આવી હતી. જોકે એસટી બસની આડમાં ખાનગી લક્ઝરી બસો પણ બ્રિજ પરથી બેફામ પણે પસાર થઈ રહી છે જેના કારણે અકસ્માતોના બનાવ પણ સામે આવી ચૂક્યા છે
જાહેરનામાનો માત્ર કાગળ પર જ અમલ
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા નર્મદા મૈયા બ્રીજના લોકાર્પણના એક વર્ષની અંદર જ જાહેરનામું તો બહાર પાડી દેવામાં આવ્યુ હતું અને આ જાહેરનામું આજ દિન સુધી કાર્યરત છે જાહેરનામાની અવધિ પૂર્ણ થયા બાદ તેને રીન્યુ કરી લંબાવવામાં આવી રહ્યું છે પરંતુ આ જાહેરનામાનો માત્ર કાગળ પર જ અમલ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક મોટા વાહનો પસાર થાય છે જે અકસ્માતને પણ આમંત્રણ આપી રહ્યા છે પરંતુ જાહેરનામનો કડકપણે અમલ થઈ શકતો નથી.
બ્રિજની બંને તરફ પોલીસ પોઇન્ટ !
નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ.અને કોઈ અનીરછનિય બનાવ ન બને તે બાબતે બ્રિજની બન્ને તરફ પોલીસ પોઈન્ટ કાર્યરત રાખવામાં આવ્યો છે.આમ છતાં પણ રાત્રિના અંધારામાં મોટા વાહનો બેરોકટોક પણે પસાર થઈ રહ્યા હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે પોલીસ પોઇન્ટ હોવા છતાં પણ ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી કેવી રીતે પસાર થાય છે તે એક પ્રશ્ન છે.
હાઇવેના ટોલ ટેક્સથી બચવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ !
હાઈવે પર મુલદ પાસેનો ટોલટેક્ષ બચાવવા માટે ખાનગી અને મોટા વાહનના ચાલકો નર્મદા મૈયા બ્રિજના રૂટનો ઉપયોગ કરતા હતા. રૂપિયા 25થી 75 સુધીનો ટોલટેક્ષ બચાવવા વિવિધ કેટેગરીના વાહનો આ રૂટ ઉપરથી પસાર થાય છે.
રાત્રીના સમયે ભારે વાહનો પસાર થવા દેવામાં આવે: ટ્રક એસો.
ભારત ટ્રક વેલ્ફેર એસોસિએશનના ગુજરાતના પ્રભારી સંદીપ શર્માએ અંગે જણાવ્યું હતું કે નર્મદામૈયા બ્રિજ પરથી રાત્રિના સમયે ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે તો રાહત થાય તેમ છે તંત્ર દ્વારા આ બાબતે વિચાર કરવો જોઈએ કારણ કે રાત્રીના સમયે શહેરમાં નાના વાહનોની સંખ્યા ઓછી હોય છે ત્યારે મોટા વાહનો પસાર થાય તો પણ ટ્રાફિક અને અકસ્માતનો પ્રશ્ન રહેશે નહીં