સાબરકાંઠા: પૂર્વ ગૃહપ્રધાન અંગે વાંધાજનક પોસ્ટ કરનાર આરોપીની ધરપકડ

દીવ દમણના પ્રશાસક અને હિંમતનગર ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનક્ષી પોસ્ટ કરનાર યુવકને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

New Update

દીવ દમણના પ્રશાસક અને હિંમતનગર ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનક્ષી પોસ્ટ કરનાર યુવકને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisment
દીવ દમણના પ્રશાશક પ્રફુલકુમાર પટેલ અને હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનક્ષી કરતી વિવિધ પોસ્ટ વાયરલ કરવા મામલે ફરિયાદ નોંધાયા બાદ હિંમતનગર પોલીસે ઉમંગ પંચાલ નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.આરોપી ઉમંગ પંચાલ સાથે રાજકીય નેતાઓ આ ષડયંત્ર રચવામાં સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રફુલ પટેલ અને ધારાસભ્યની લોકપ્રિયતાને હાની પહોંચે એ પ્રકારે બદનામ કરવાના આશયથી કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#Gujarat #CGNews #Sabarkantha #Himmatnagar #Accused arrested #former home minister #Praful Patel #objectionable post
Latest Stories
Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ...

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.