/connect-gujarat/media/media_files/2025/11/30/morbi-murder-case-2025-11-30-18-48-47.jpg)
મોરબીમાં છેલ્લા ત્રણ મહિનાથી લીવ-ઇનમાં રહેતા એક યુગલ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી પ્રેમીએ પોતાની 20 વર્ષીય પ્રેમિકાની લાકડાના ધોકા અને પટ્ટા વડે માર મારીને હત્યા કરી નાખી આરોપી યુવકે યુવતીના મોઢા અને ગાલ પર અસંખ્ય બચકાં ભરીને ભયાનક ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી, જ્યાં છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ તેનું પણ હાર્ટએટેકથી મોત નીપજ્યું.
મૃતક યુવક નરેન્દ્રસિંહ કમલસિંગ ધ્રુવેલ (ઉં.વ. 25) અને પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (ઉં.વ. 20) યુવતી મૂળ મધ્યપ્રદેશના અને મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલા લેક્સસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રેહતા હતા.