ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચી

આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે

ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચી
New Update

સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરિયલની પટણા હાઇકોર્ટના બદલી કરવા અંગેની ભલામણ ના વિરોધમાં હડતાળ પર ઉતરેલા ગુજરાત હાઇકોર્ટના વકીલોને હડતાલ પાછી ખેંચવા નો નિર્ણય કર્યો છે. આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ.કરિયલની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટના કોલેજીયમની ભલામણના સમાચાર મળતાં જ ગુજરાત હાઇકોર્ટના વકીલોમાં નારાજગી વ્યાપી હતી.

ખિન્ન થયેલા ગુજરાત હાઈકોર્ટના વકીલ હડતાળ પર ઉતરી ગયા હતા. જસ્ટિસ નિખિલ કેરિયલની સૂચિત બદલીના વિરોધમાં હાઇકોર્ટના વકીલોએ ગત શનિવારે ગેટ નંબર-2 પાસે શાંતિપૂર્ણ દેખાવો યોજ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને પગલે હાઇકોર્ટની વિવિધ કોર્ટમાં કોર્ટ કામગીરી ખોરવાઈ હતી. હાઇકોર્ટ ખાતે વકીલોની હડતાલ એસ.જી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને નાગરિકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.આ મામલે ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિયેશન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ રજૂઆત કરી હતી.

જે બાદ એડવોકેટ એસોસિએશનના સાત સભ્યો નું પ્રતિનિધિ મંડળ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ કેરિયલ ની બદલી અંગે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ને મળ્યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ કહ્યું હતું કે, 'તમારી માંગ યોગ્ય છે પરંતુ વકીલોએ હડતાળ પર ન જવું જોઈએ ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની બેઠક યોજાઈ હતી. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના બેઠકમાં હડતાલ પાછી ખેંચવા નો નિર્ણય લેવામાં આવ્યો છે

#GujaratConnect #Gujarat High Court #Chief Justice #ગુજરાત હાઇકોર્ટ #હડતાળ #Lawyers strike #નિખિલ કેરિયલ
Here are a few more articles:
Read the Next Article