Connect Gujarat
ગુજરાત

દ્વારકામાં આહિરાણીઓએ કર્યું ઇતિહાસનું પુનરાવર્તન, 37 હજાર આહિરાણીઓએ મહારાસ રમી સર્જ્યો વિશ્વ રેકોર્ડ...

સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસના આયોજન નિમિત્તે 37 હજાર આહીરાણીઓએ રાસની ભવ્ય રમઝટ બોલાબી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

X

સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસના આયોજન નિમિત્તે 37 હજાર આહીરાણીઓએ રાસની ભવ્ય રમઝટ બોલાબી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં એક મહાન અને મહત્વનો ઈતિહાસ રચાયો છે. દ્વારકામાં આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવી હતી. બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસરમાં 37 હજાર આહિરાણીઓ મહારાસ લીધા હતા. બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સાંભળવામાં આવ્યું હતું, ત્યારબાદ પારંપરિક પહેરવેશ અને આભૂષણો સાથે આહીરાણીઓએ મહારાસમાં રમઝટ બોલવી હતી. આ પ્રસંગે માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભીબેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીર સહિતના કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓએ મહારસમાં રમઝટ બોલાવી હતી. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો, જ્યાં 2 લાખથી વધુ લોકો અલૌકિક નજારો જોવા ઉમટ્યાં હતા.

Next Story