અમદાવાદ : BRTS બસની ટક્કરે મોપેડ ચાલકનું મોત, લોકોએ લગાવ્યા "હાય હાય BRTS"ના નારા

132 ફૂટ રિંગરોડ પર BRTSની ટક્કરે મોપેડ ચાલકનું મોત, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી.

New Update
અમદાવાદ : BRTS બસની ટક્કરે મોપેડ ચાલકનું મોત, લોકોએ લગાવ્યા "હાય હાય BRTS"ના નારા

અમદાવાદ શહેરના 132 ફૂટ રિંગરોડ પર BRTS બસની ટક્કરે એક મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ત્યારે લોકોના ટોળાં ભેગા થતાં બસ ડ્રાઇવર ગભરાઈને બસ ઉપર ચઢી ગયો હતો. હાજર લોકોએ બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે "હાય હાય BRTS"ના નારા લગાવ્યા હતા. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisment

અમદાવાદના 132 ફૂટ રિંગરોડ પર વહેલી સવારે BRTS બસની ટક્કરે છાપા વિતરણનું કામ કરનાર મોપેડ ચાલક જલુ દેસાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ત્યારે લોકોના ટોળાં ભેગા થતાં બસ ડ્રાઇવર ગભરાઈને બસ ઉપર ચઢી ગયો હતો. હાજર લોકોએ બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે "હાય હાય BRTS"ના નારા લગાવ્યા હતા. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે, પલ્લવ ચાર રસ્તા નજીક આવેલ BRTS બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજ મુજબ મોપેડ ચાલક રોડ ક્રોસ કરતો હતા, ત્યારે બસને આવતી ન જોતાં બસ સાથે ટક્કર વાગી હતી, ત્યારે મોપેડ ચાલકને ગંભીર ઇજાના પગલે 108 એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી. 108ના નર્સિંગ સ્ટાફે ઇજાગ્રસ્તને પમ્પિંગ કર્યું હતું, પરંતુ ઓક્સિજનના અભાવે ઇજાગ્રસ્ત મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતા જ બી' ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. હાલ તો પોલીસે BRTS બસ ડ્રાઇવરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment