Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સુદાનથી 56 ગુજરાતીઓ આજે ગુજરાત પહોંચ્યા,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું સ્વાગત

કેન્દ્ર સરકારના ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી આજે 56 જેટલા ગુજરાતી નાગરિકો પરત વતન ફરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

X

કેન્દ્ર સરકારના ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી આજે 56 જેટલા ગુજરાતી નાગરિકો પરત વતન ફરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ઉત્તર આફ્રિકાના સુદાન દેશમાં ગૃહયુદ્ધ ફાટી નિકળ્યું છે ત્યારે સુદાનમાં વસતા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ‘કાવેરી’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે 56 ગુજરાતીઓ આજે સ્વદેશ પરત ફર્યા છે અને પોતાની આપવીતી જણાવી હતી. ગુજરાતીઓએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, ઘર પરથી ફાયટર પ્લેન ઉડતા ત્યારે ડર વાગતો હતો, 15 દિવસથી બજાર બંધ છે, જમવાનું પણ થોડું જ મળતું હતું.ઉતર આફ્રિકાના સુદાન દેશમાં જે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે ત્યાં વસતા ગુજરાતીઓને બચાવવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન કાવેરી હેઠળ આજે વહેલી સવારે 56 ગુજરાતીઓને પરત લવામા આવ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ અને ત્યાંથી ફ્લાઇટ મારફત મુંબઇ લાવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે મુંબઈથી તેઓ બાય રોડ વોલ્વો બસમાં અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌનું સ્વાગત કર્યું હતું. હજુ 650 જેટલા ગુજરાતીઓ સુદાનમાં ફસાયા છે. એ સૌને રેસ્ક્યૂ કરવાના બાકી છે, જે ટૂંક સમયમાં ભારત પરત ફરશે તેવુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

Next Story