અમદાવાદ: મિત્રના લગ્ન પ્રસંગમાં જુગાર રમતા 89 જુગારી ઝડપાયા,150થી વધુ મોબાઈલ પોલીસે જપ્ત કર્યા
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં 89 જુગારીઓને અમદાવાદ પોલીસે ઝડપી પડ્યા છે જેમાં 35 થી વધુ વાહનો અને 150થી વધુ મોબાઈલ જપ્ત કરાયા છે.
BY Connect Gujarat Desk21 Feb 2023 11:05 AM GMT

X
Connect Gujarat Desk21 Feb 2023 11:05 AM GMT
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં 89 જુગારીઓને અમદાવાદ પોલીસે ઝડપી પડ્યા છે જેમાં 35 થી વધુ વાહનો અને 150થી વધુ મોબાઈલ જપ્ત કરાયા છે.
અમદાવાદ શહેર જુગારધામ બનતું જાય છે. અમદાવાદના પ્રીતમ નગર વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં એલિસબ્રિજ પોલીસે એક મિત્રના લગ્નમાં જુગાર રમતા 89 જુગરિયાઓને ઝડપી લેવાયા છે. પોલીસની રેડ દરમિયાન આશરે 150 થી વધુ મોબાઈલ, 20 જેટલી કાર અને લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે જુગાર ચાલતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો કરતા પોલીસ પણ ચોંકી ઉઠે તેવા દૃષ્યો સર્જાયા હતા. પોલીસે પ્રિતમનગર ઢાળ વિસ્તારના એક રહેણાક ફ્લેટમાં દરોડો કરતા અંદરથી 89 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે
Next Story