ચૂંટણીના પ્રચાર માટે મોટા નેતાઓના ગુજરાત પ્રવાસના કારણે અમદાવાદ એરપોર્ટ બીઝી,અમિત શાહનુ હેલીકોપ્ટર સાયન્સસિટીમાં કરાયું પાર્ક

New Update
ચૂંટણીના પ્રચાર માટે મોટા નેતાઓના ગુજરાત પ્રવાસના કારણે અમદાવાદ એરપોર્ટ બીઝી,અમિત શાહનુ હેલીકોપ્ટર સાયન્સસિટીમાં કરાયું પાર્ક

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામતો જાય તેમ ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ પ્રચાર માટે અમદાવાદ એરપોર્ટ પરથી આવન જાવન વધી છે. મહત્ત્વની વાત એ છે કે ભાજપે અમિત શાહ માટે પ્રચાર માટે એક હેલિકોપ્ટર સાયન્સ સિટી ખાતે પાર્ક કર્યું છે. નોંધનીય છે કે ભાજપે એક હેલિકોપ્ટર ગાંધીનગર કાર્યાલય ખાતે પાર્ક કરવામાં આવ્યું છે.મંગળવારે ભાજપના પ્રેસિડેન્ટ જેપી નડ્ડા દિલ્હીથી ચાર્ટર્ડ ફલાઇટમાં અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી તેઓ સાયન્સ સિટીથી હેલિકોપ્ટરમાં અમિત શાહ સાથે ગયા હતા.

જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ચાર્ટર્ડ ફલાઇટમાં બપોરે આવ્યા હતા. જ્યારે અશોક ગેહલોત પણ હેલિકોપ્ટરથી બપોરે ઉદયપુર જવા રવાના થયા હતા. આમ દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વ્યસ્ત રહ્યું હતું. આગામી ટૂંક સમયમાં મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આવવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ના ખાનગી વિમાન અમદાવાદમાં પાર્કિંગ માટે પરમિશન ન મળતા આખરે વિમાન વડોદરા પાર્ક કરવું પડ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા અત્યાર સુધી પ્રચાર માટે 50થી વધુ ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. આમ આ વખતે ગુજરાતમાં રાજકીય માહોલ જોતા એરપોર્ટ પર ચાર્ટર્ડ વિમાન ની મુવમેન્ટ હજુ વધશે. ચાર્ટર્ડ વિમાન ની પાછળ રાજકીય પક્ષો કરોડોનો ખર્ચ કરશે. ભાજપે પ્રચાર માટે 6 હેલિકોપ્ટર બુક કર્યા છે.

Latest Stories