Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: આપ ગુજરાતના આગેવાનોની મહત્વની બેઠક યોજાય,વાંચો શું લેવાયો નિર્ણય

X

આજરોજ અમદાવાદમાં હોટલ હયાત રેજન્સી, આશ્રમરોડ ખાતે આમ આદમી પાટીઁ ગુજરાત દ્વારા એક મેરેથોન બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ બેઠકમાં આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશના ઇલેક્શન ઇન-ચાજઁ ગુલાબસિહ યાદવ, નેતા ઇશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા સહિતના પ્રદેશ સમીતીના તમામ હોદ્દેદારો, ફ્રન્ટલ સંગઠનના અધ્યક્ષ ઓ, ઝોન સંગઠન મંત્રી ઓ, મહાનગર/જીલ્લાના પ્રમુખઓ અને વિધાનસભાના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકના સંબોધનમાં ડોઁ. સંદિપ પાઠકજી એ આમ આદમી પાટીઁ ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે કામ કરશે, ચુંટણીની રણનીતી બાબતે કેવી રીતે કામ કરશે, રીચસઁ અને ડેટા બાબતે કેવી રીતે કામ કરશે તે તમામ બાબતની વિસ્તૃત માહીતી આપી હતી.

સંદિપ પાઠકએ દિલ્હી વિધાનસભા ચુટણી-૨૦૨૦ અને હાલમાં જ યોજાયેલી પંજાબ વિધાનસભા ચુંટણી-૨૦૨૨ માં પ્રચાર-પ્રસાર બાબતે જે અનુભવ્યો મેળવ્યા છે. તે અનુભવો ને ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ચુટણીમાં વધુ સારી અને મજબુત રીતે અમલમાં મુકી શકાય તે બાબતની ચચાઁ કરવામાં આવી હતી. વધુમાં ૨૦૨૨-વિધાનસભા ચુંટણી આમ આદમી પાટીઁ ગુજરાત પુરી તાકાત અને મજબુતાઇ સાથે લડે અને જીત મેળવી શકે તે માટેની વિશેષ ચચાઁઓ અને રણનિતી આ મીટીંગમાં ધડવામાં આવી હતી.

Next Story