અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પરના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકો પરેશાન

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ આ માર્ગ પર જે ઓવરબ્રિજ કાર્યરત થયા છે,તેના પર મસ મોટા ગાબડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. 

New Update

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ આ માર્ગ પર જે ઓવરબ્રિજ કાર્યરત થયા છે,તેના પર મસ મોટા ગાબડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેનમાં રૂપાંતર ની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી એ ચાલી રહેલા કામને લઈને વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે. ચિલોડા થી હિંમતનગર સુધી લગભગ ત્રણ જેટલા ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું છે,જોકે પાંચ જેટલા ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ તૈયાર ઓવરબ્રિજ પર ડામર ઉખડી જવાને લઈ અકસ્માત થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાહન ચાલકોની વારંવાર ની રજૂઆત છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું નથી સમારકામ કરવામાં પણ હાઇવે ઓથોરિટી આળસ કરી રહ્યું હોવાની ફરિયાદો વાહન ચાલકોમાં ઉઠવા પામી છે.વાહન ચાલકો મોટો ટેક્સ ટોલ બુથ પર ભરતા હોય છે પરંતુ યોગ્ય સુવિધાઓ વાહન ચાલકોને ન મળવાના કારણે વાહન ચાલકો સરકાર પર અને હાઇવે ઓથોરિટી પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.

એક તરફ ઘણા લાંબા સમયથી સહકારી જીન ચાર રસ્તા પર ઓવરબ્રિજની કામગીરી મંથર  ગતિએ ચાલી રહી છે પરંતુ અવરજવર માટે ઓવરબ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પણ ખરાબ હાલતમાં હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ દ્વારા હાઇવે ઓથોરિટીને અનેક વાર રજૂઆત કરી છે. અને આ અગાઉ હાઇવે બ્લોક કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.