અમદાવાદમા આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ ગૌરવયાત્રા અને સન્માન સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે બ્રહ્મ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું
અમદાવાદના બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ગૌરવયાત્રા અને સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, બ્રહ્મ સમાજ ભારતીય સંસ્કૃતિનો અનન્ય વાહક છે. તેમણે કહ્યું કે, ભારતીય સભ્યતા પરંપરાના સંવર્ધનમાં બ્રહ્મ સમાજનું અનેરું યોગદાન છે.આ સમારોહમાં બ્રહ્મસમાજના અનેક શ્રેષ્ઠીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા તે તમામને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ’વસુધૈવ કુટુમ્બકમ’ના ભારતીય વિચારને સ્વીકારી રહ્યું છે.મુખ્યમંત્રીના હસ્તે ગોંડલની ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ શાસ્ત્રીની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય અમુલ ભટ્ટ, ધારાસભ્ય અનિકેત ઠાકર, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અમી ઉપાધ્યાય, અમદાવાદ મનપાના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને બ્રહ્મ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.