અમદાવાદ: પૂર્વ મંગેતરે યુવતીને બદનામ કરવા કાર્ય બિભત્સ મેસેજ,પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદમાં રહેતી એક યુવતી સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

New Update
અમદાવાદ: પૂર્વ મંગેતરે યુવતીને બદનામ કરવા કાર્ય બિભત્સ મેસેજ,પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદમાં રહેતી એક યુવતી સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીના ફોટાનો ઉપયોગ કરીને અલગ-અલગ પ્લેટફોર્મ પર આઈડી બનાવી યુવતી વિશે બીભત્સ લખાણ લખવામાં આવતા તેમજ યુવતીને ફોન કરી ધમકી આપવામાં આવતી હતી.

અમદાવાદ નાના ચિલોડા વિસ્તારમાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં સિનીયર એક્ઝિક્યુટિવ એચ. આર તરીકે નોકરી કરે છે.22 ઓગસ્ટ 2022ના રોજ યુવતીના ઇ મેઇલ તેમજ લીંકડીન આઈડી પર બિભત્સ મેસેજ આવ્યો હતો. જેથી તેણે પોતાના હેડને આ બાબતે જાણ કરી હતી. જે બાદ અજાણ્યા શખ્સે 9 અલગ-અલગ ઈ મેઈલ આઈ ડી તેમજ યુવતીને કંપનીના લીંકડીન આઈડી પર પોતાના વિશે બીભત્સ લખાણ લખ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. યુવતીએ વધુ તપાસ કરતા તેના પોતાના નામથી પણ એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી, જે એકાઉન્ટમાં તેના ફોટા નો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે બીભત્સ લખાણ અને બીભત્સ ફોટો મોકલ્યા હતા. આરોપી યુવતીને બદનામ કરવાના ઈરાદે તેના ફોટા નો ઉપયોગ કરતો હતો. તેમજ યુવતીની ઓફિસ ના લેન્ડલાઈન નંબર પર ફોન કરી અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હતી. યુવતીએ એક દિવસ ધમકીઓને ફોનના રેકોર્ડિંગ સાંભળતા સામે વાળા યુવક નો અવાજ તેના પૂર્વ મંગેતરે હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ યુવતીએ આ ઘટના અંગે પરિવારને જાણ કર્યા બાદ સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ મંગેતર ફેક આઈડી બનાવી યુવતીને બદનામ કરવાના ઈરાદે બીભત્સ લખાણ લખી હેરાન કરતો અને ફોન કરી ધમકીઓ આપતો હોવાથી આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories