Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : રાજયમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, 8 આરોપી ઝબ્બે

રાજયમાં હજારો રેશનકાર્ડ ધારકોના હકના સરકારી અનાજને બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો

X

રાજયમાં હજારો રેશનકાર્ડ ધારકોના હકના સરકારી અનાજને બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે જયારે અન્ય 41 જેટલા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે.....

રાજય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતાં અનાજને બારોબાર વેચી મારી ભેજાબાજોએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની વિગતો સપાટી પર આવતાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા અને કૌભાંડના મુખ્ય આરોપી રફીક મહેસાણીયા , જાવેદ રંગરેજ, લતીફ માણેસિયા અને મુસ્તફા માણેસિયા સહિત આઠ આરોપીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવ્યાં છે. આરોપીઓએ ગેમસ્કેમ અને સેવડેટા નામના સોફ્ટવેર બનાવી સરકારી અનાજની દુકાનના ધારકોને પોતાના ષયડયંત્રમાં સામેલ કર્યા હતાંઅને છેલ્લા બે વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સસ્તા અનાજને ગેરકાયદે સગેવગે કરી કરોડોમાં કૌભાંડને અંજામ આપ્યો છે.

પાલનપુરના કૌશિક જોશી અને હિતેશ ચૌધરીએ ગેમસ્કેમ અને સેવડેટા નામની એપ્લિકેશન રૂપિયા 70,000 બનાવી આપી હતી તેની સાથે એમએસસી (આઇટી) માં અભ્યાસ કરતો દિપક ઠાકોર પણ આરોપીઓ સાથે સામેલ થયો હતો. આ તમામ આરોપીઓ સોફ્ટવેરના માધ્યમથી સસ્તું અનાજ મેળવતા ગ્રાહકોના નામ, આધારકાર્ડ,રેશનિંગ કાર્ડ, સરનામું ચાર અલગ અલગ ફિંગરનો ડેટા મેળવી લેતા હતા.ગ્રાહકની આ તમામ વિગતો મેળવીને સસ્તા અનાજનો બરોબર સોદો કરી દેવામાં આવતો હતો. સરકારી રેકોર્ડ પર કાર્ડધારકને અનાજ મળી જતું પણ વાસ્તવમાં તે અનાજ વેચીને રોકડી કરી લેવામાં આવતી હતી.અત્યાર સુધીમાં સસ્તા અનાજના ષડ્યંત્રમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન સોફ્ટવેરમાંથી 35962 એન્ટ્રીઓ મળી આવી છે.આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ આચરતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે કરોડો રૂપિયાનું અનાજ અત્યાર સુધીમાં સગેવગે કરી દેવાયું છે.

રાજ્યવ્યાપી અને કરોડો રૂપિયાના સસ્તા અનાજના કૌભાંડના છેડા સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને સુરતના સસ્તા અનાજની દુકાનના તમામ ધારકોના કૌભાંડી ચહેરાઓ બેનકામ થઈ ગયા છે.ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કૌભાંડમાં ખોટા બીલો બનાવી અને બનાવડાવી આપીને સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતો હતો.

Next Story