અમદાવાદ : મનીષ સિસોદિયાનો આવતીકાલથી પ્રચંડ પ્રચાર, 6 દિવસની કરશે યાત્રા...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે.

New Update
અમદાવાદ : મનીષ સિસોદિયાનો આવતીકાલથી પ્રચંડ પ્રચાર, 6 દિવસની કરશે યાત્રા...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 6 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. મનીષ સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે.

"બસ, હવે પરિવર્તન જોઈએ..." થીમ પર આમ આદમી પાર્ટી દ્વારા 6 દિવસ સુધી યાત્રા યોજાશે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુધી પહોંચવા માટે હવે, ત્યાં ફરી એકવાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સીએમ મનીષ સિસોદિયા આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ આવશે અને રાત્રે અમદાવાદમાં હોટલમાં રોકાણ કરશે. આવતીકાલે તા. 21 સપ્ટેમ્બરથી સાબરમતી આશ્રમથી બાપુ ના દર્શન કરી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. તા. 21 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં યાત્રા કરશે. બસ હવે પરિવર્તન જોઈએ થીમ પર ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભા ગજવશે...

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.