/connect-gujarat/media/post_banners/6a4941cdcff8dfd2770068ff3b3f166dbd754d395b066837959217ec9a028e85.jpg)
અમદાવાદમાં રખિયાલ પોલીસે સગીરાની હત્યા, બળાત્કાર અને અપહરણના ગુન્હામાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પરણિત હોવા છતાં સગીરા જોડે પ્રેમ સબંધ બાંધ્યા હતાજો કે યુવતીએ લગ્ન માટે દબાણ કરતા આરોપીએ ટેન સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી.
અમદાવાદની રખિયાલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ ઉર્ફે બોબો ઠાકોર છે. જેની ધરપકડ અપહરણ, હત્યા અને બળાત્કારના ગુન્હામાં કરવામાં આવી છે. આરોપીએ પોતાની સગીર પ્રેમિકા નું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીએ સગીરાને ઝેરી દવા પીવડાવી હત્યા કરી સગીરાની લાશને અવાવરી જગ્યાએ ફેંકી દીધી હતી. બનાવના 48 કલાકમાં જ આરોપીને રખિયાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી સગીરાને 23 જૂનના રોજ અપહરણ કરી લઈ ગયો હતો. સગીરાના લગ્ન નક્કી થતા આરોપીએ સગીરા સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો અને તે સગીરાને તેની બાઇક પર લઈ ગયો હતો. આરોપી સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યાર બાદ ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરી દીધી હતી. આરોપી પરિણીત હોય અને તેને બે બાળકો હોવાથી તે આ સગીરાને અપનાવી શકે તેમ ન હતો જેથી તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.