અમદાવાદ: જન્મ લીધાના 12 કલાકમાં જ બાળક જીવલેણ મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગમાં સપડાયો

જન્મતાની સાથે Misc નો શિકાર બનેલા બાળકે અંતે રોગને હરાવ્યો.

New Update
અમદાવાદ: જન્મ લીધાના 12 કલાકમાં જ બાળક જીવલેણ મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગમાં સપડાયો

અમદાવાદમાં બાળકને જન્મતાની સાથેજ 12 કલાકમાં Misc એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગ થતા બાળક સેમી કોમા અવસ્થામાં પહોચ્યું હતું.જોકે તબીબોની મહેનતે બાળકને નવું જીવન આપ્યું છે.અને હાલ બાળક સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યું છે.

કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે.આ કહેવત અમદાવાદમાં સાર્થક થઈ છે અને માત્ર 9 દિવસના બાળકે Miscમાં જીત મેળવી છે.કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ છે. કોરોનાગ્રસ્ત બાળકો પર MIS-C એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગે ભરડો લીધો છે.MIS-C રોગથી બાળકોનો જીવ પણ જઈ શકે છે. હાલમાં અમદાવાદમાં ગુજરાતના સૌથી નાના બાળકએ MIS-C નામની બીમારીને મ્હાત આપી છે. અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને જન્મના 12 કલાકમાં જ MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બાળકની સઘન સારવાર કરવામાં આવતા બાળકે બીમારીને મ્હાત આપી છે.12 કલાકના બાળકને MIS-Cની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, બાળકની માતા પ્રેગનેન્સીમાં 8માં મહિને કોરોના સંક્રમિત થઇ હતી.ત્યાર બાદ બાળકનો જન્મ થયો હતો.

જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બીમારી થઇ હતી.નવ દિવસ સુધી બાળકની NICUમાં સઘન સારવાર કરવામાં આવી હતી.જેમાં ચાર દિવસ ઓક્સિજન આપવામાં આવ્યો હતો.આ બાળકને હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી હતી. આ બાળકને IV-IG ઇન્જેક્શન આપવામાં આવ્યા અને સ્પોટીવ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી હતી.આ ફૂલ જેવા બાળકને ફેફસા મગજ કિડની અને હૃદય ઉપર રોગની અસર થઈ હતી. બાળકના મગજ ફેફસા અને કિડની ઉપર અસર થતા બાળક સેમી કોમાં અવસ્થામાં પહોચ્યું હતું. આ બાળકને તબીબો માટે બચાવવું પડકારરૂપ હતું. તો બીજી તરફ તબીબોના મતે બાળકની કિડની પણ ફેઈલ થવાની તૈયારીમાં પહોંચી હતી. બાળકને ચાર દિવસ સુધી ઓકસીજન ઉપર રાખી યોગ્ય સારવાર કરતા બાળક અંતે ખતરા માંથી બહાર આવ્યું હતું.જોકે 9 દિવસ સુધી સધન સારવાર લીધા બાદ અંતે બાળકે Misc ને મ્હાત આપી છે.

Latest Stories