અમદાવાદ: પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો, સામાન્ય જનની હાલત કફોડી

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા, આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો.

New Update
અમદાવાદ: પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો, સામાન્ય જનની હાલત કફોડી

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. સૌથી મોટું મહાનગર અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.39 પૈસા પહોંચ્યો છે.

રાજ્યમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં 27-27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો કરાતા પેટ્રોલનો ભાવ 94.39 ડીઝલ અને ડીઝલના ભાવ95.08 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યા છે.ગયા મહિને કાચા તેલના ભાવ 12 ટકા વધીને રેકોર્ડ 74 ડોલર પ્રતિ બેરલ થયા હતા. છેલ્લા 49 દિવસોમાં કિંમતોમાં 28મી વખત વધારો થયો છે.4 મે બાદ અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 7.1 રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો છે અને સાથે ડીઝલના ભાવમાં પણ 7.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

સતત પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે. સામાન્ય માણસનું બજેટ પણ ખોરવાઈ જાય છે. જનતા પણ માની રહી છે કે ક્રૂડ ઓઇલમાં જે એકસાઈઝ લગાવવામાં આવી રહી છે તે પેટ્રોલ ડીઝલના ભાવ કરતા પણ ડબલ લેવામાં આવે છે જો તેમાં સબસીડી આપી ભાવ ઘટાડવામાં આવે તો જનતાને ઘણી રાહત મળી શકે છે.

Latest Stories