Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: PM મોદીએ વંદેભારત- મેટ્રો ટ્રેનનું કરાવ્યુ પ્રસ્થાન, મુસાફરી પણ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વંદેભારત ટ્રેન તેમજ મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ દરમ્યાન તેઓએ બન્ને ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં

વંદેભારત- મેટ્રો ટ્રેનનું કરાવ્યુ પ્રસ્થાન

પી.એમ.એ બન્ને ટ્રેનમાં કરી મુસાફરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વંદેભારત ટ્રેન તેમજ મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ દરમ્યાન તેઓએ બન્ને ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની આજે ભેટ મળી છે. પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, આજે નદી છલોછલ ભરાયેલી છે. પીએમ મોદીની ઈચ્છાશક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. ડબલ એન્જિન સરકારને કારણે વિકાસની ઝડપી વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્રણવાર ભારત માતા કી જય બોલાવીને વડાપ્રધાને સભાને સંબોધવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે 21મી સદીના ભારત અને અર્બન કનેક્ટિવિટી માટે અને આત્મનિર્ભર ભારત માટે આજે બહુ મોટો દિવસ છે. થોડીવાર પહેલાં મેં ગાંધીનગર-મુંબઈની વંદે ભારત એક્સપ્રેસની ઝડપી મુસાફરીનો અનુભવ કર્યો, આ મુસાફરી તો કેટલીક મિનિટો જ હતી, પરંતુ મારા માટે ગૌરવથી ભરેલી ક્ષણ હતી.

Next Story