અમદાવાદ: દિવાળીમાં ચોરી અને લૂંટ અટકાવવા પોલીસનો માસ્ટર પ્લાન, વાંચો પોલીસ શું કરી રહી છે કાર્યવાહી

દિવાળી એટલે ગુજરાતી ફરવા ઉપડી જાય. દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતી ફરવા જવાનું પસંદ કરે છે.

New Update
અમદાવાદ: દિવાળીમાં ચોરી અને લૂંટ અટકાવવા પોલીસનો માસ્ટર પ્લાન, વાંચો પોલીસ શું કરી રહી છે કાર્યવાહી

દિવાળી એટલે ગુજરાતી ફરવા ઉપડી જાય. દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતી ફરવા જવાનું પસંદ કરે છે. આવામાં ઘરફોડ ચોરો ને લ્હાણી થઈ જાય છે. દિવાળીના વેકેશનમાં બંધ ઘરના તાળા તોડવાની ઘટના વધી જાય છે. પરિવારો આવીને જુએ તો ઘરના તાળા તૂટેલા હોય, અને ઘરનો સામાન-દાગીનાની ચોરી થતી હોય છે. આવામાં દિવાળીમાં ચોરીની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો છે. દિવાળીના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘરફોડ ચોરી કારના કાચ તોડીને ચોરી કે પછી નજર ચૂકવીને ચોરી, ચેન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગ બનાવો બનતા અટકે તે માટે અમદાવાદ ઝોન-7 ડીસીપી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

જેમાં દિવાળીના દિવસોમાં બંધ રહેતા જ્વેલરી શો રૂમ તથા અન્ય શો રૂમમાં ચોરી ન થાય તે માટે ખાસ પ્લાન બનાવ્યો છે. આ માટે જ્વેલર્સ એસોસિયેશન સાથે ડીસીપીની મિટિંગ યોજાઈ હતી અને જ્વેલર્સને સુરક્ષાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે. આ બેઠકમાં ચર્ચાયું કે, cctv જેવા સુરક્ષા સાધનો પણ જ્વેલર્સની દુકાન અને શો રૂમમાં હોવા જરૂરી છે. ડીસીપી બીયુ જાડેજા દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ટીમ બનાવવામાં આવી છે. અને આ પાંચે ટીમ દ્વારા વિસ્તારમાં જ્યાં આંગડિયા પેઢી, જ્વેલર્સ અને ખરીદી માટેના બજારો આવેલ છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સાદા કપડા પહેરીને પેટ્રોલિંગ કરશે, તેથી વધુ નજર રાખી શકાય. આ સાથે જ શો રૂમની આસપાસ ફરતા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલે કે સાંજ ના 5 થી 10 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 

Latest Stories