અમદાવાદમાં વરસાદી માહોલ જામી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, શહેરના પૂર્વ અને પશ્વિમમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.
બંગાળના અખાતમાં સર્જાયેલા લો-પ્રેશરના પગલે સમગ્ર ગુજરાતરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે રવિવારની વહેલી સવારથી જ કોરા ધાકોર રહેલા અમદાવાદમાં પણ મેઘમહેર શરૂ થતાં લોકોએ રાહત અનુભવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તો પશ્ચિમ અમદાવાદમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા શહેરીજનોને ગરમીથી રાહત અનુભવી છે. તો સાથે જ શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા છે.