/connect-gujarat/media/post_banners/78c077f6bc0277e4486924a0f784f12be9b7f911e0e1733e3d6472185a6a962b.jpg)
અમદાવાદમા ગેંગરેપની ઘટના સામે આવી છે. ચાંદખેડાના જગતપુરમાં રહેતી સગીરાનું કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ ગયેલા 3 મિત્રોએ ગેંગરેપ કર્યો હોવાની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
અમદાવાદનાં ચાંદખેડામાં જગતપુર વિસ્તારમાં રહેતી સગીરાનું કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ ગયેલા 3 મિત્રોએ ગેંગરેપ કર્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધાઈ છે. શૈલેશ ભરવાડ, જગતપુરનો વિજય ભરવાડ અને મકરબાનો વિજય ભરવાડ નામના 3 યુવાનોએ સગીરાને હોટલના રૂમમાં પીંખી નાખતાં તેને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળી રહ્યું હતું, જેને કારણે તે બેભાન થઈ જતાં ત્રણેય નરાધમો તેને હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, 15 વર્ષની સગીરા જગતપુરમાં જ રહેતા શૈલેશ ભરવાડ નામના યુવાનના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેશે નિર્ભયાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. શૈલેશ તેના 2 મિત્ર સાથે કારમાં ત્યાં ઊભો હતો. નિર્ભયાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતેની એક હોટલના રૂમમાં લઈ ગયા હતા. પહેલા શૈલેશે નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી બંને મિત્રોએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. આને કારણે સગીરાના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું અને તબિયત બગડતાં તે બેભાન થઈ ગઈ હતી, જેથી શૈલેશ, વિજય અને વિજય તેને કારમાં નાખીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે હોસ્પિટલ સ્ટાફને એવું કહ્યું હતું કે આ છોકરીને રસ્તામાં ચકકર આવવાથી બેભાન થઇ ગઇ હતી, જેથી અમે તેને કારમાં લઈને આવ્યા છીએ.
ચાંદખેડા પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે કારની પણ શોધખોળ શરૂ કરી હતી અને બાતમીના આધારે આરોપીઓને પકડી પાડ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે જગતપુર થઈ હોટલના સીસીટીવી તથા.. રેકોર્ડ અને સાંયોગિક પુરાવા એકઠા કર્યા છે.