અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રા નિકળી, ભાજપ સરકાર પર કરવામાં આવ્યા પ્રહાર

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી હાથ સે હાથ જોડો યાત્રા કાઢવામાં આવી હતી

New Update
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રા નિકળી, ભાજપ સરકાર પર કરવામાં આવ્યા પ્રહાર

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી હાથ સે હાથ જોડો યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના પ્રદેશના તમામ મોટા નેતાઓ જોડાયા હતા

ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ રાજ્યમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ હવે આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા કમર કસી રહી છે.અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમથી કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા સાબરમતી આશ્રમથી નીકળી રાજીવ ગાંધી ભવન પહોંચી હતી.યાત્રામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,ઈમરાન ખેડાવાલા સહિતના ધારાસભ્ય જોડાયા હતા તો કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં સ્લોગન લઈ વિરોધ કર્યો હતો.આ યાત્રામાં સામેલ કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે પેપર નથી ફૂટ્યું રાજ્યના યુવાનોનું ભવિષ્ય ફૂટી ગયું છે.આ એક વ્યવસ્થિત કૌભાંડ છે અને આ ઘટનાથી લાખો યુવાનો આહત થયા છે  

Latest Stories