Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: રાજ્ય પોલીસને મળ્યા નવા 949 વાહન, કાયદો અને વ્યવસ્થા થશે નંબર વન !

દેશભરમાં કાયદો- વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજય પ્રથમ નંબરે છે. આ વાતનો જશ પોલીસ અધિકારીઓ-કર્મયોગીઓને જાય છે.

X

દેશભરમાં કાયદો- વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજય પ્રથમ નંબરે છે. આ વાતનો જશ પોલીસ અધિકારીઓ-કર્મયોગીઓને જાય છે. ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સેવાઓને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલ ટુ- વ્હીલર-બોલેરો ગાડી મળી કુલ- 949 વાહનોને ગાંધીનગરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા 4 મહાનગરો ખાતે સી ટીમ કાર્યરત કરવામાં આવી છે. સી ટીમ દ્વારા અનેક વડીલો અને મહિલાઓ માટે માનવતાને ઉજાગર કરતા કાર્યો કરવામાં આવ્યા છે. તેમના આ ઉમદા કાર્યોને વધુ વેગવાન બનાવવા માટે આ ટીમને 68 બોલેરો ગાડી આપવામાં આવી છે. આફત અને કોરોના કાળમાં પોલીસ જવાનોએ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે. ગુજરાતમાં શાંતિ-સલામતી માટે કોઇપણ કચાસ ન રાખવા માટે સરકાર કટિબદ્ધ છે.

ગુજરાત પોલીસના ઉપયોગ માટેના પ્રેટ્રોલ કાર,સી- ટીમ વાન, પી.સી.આર. વાન અને મોટરસાયકલ મળી કુલ- 949 વાહનોનું આજે ગાંધીનગરના સચિવાલય સંકુલ ખાતે આવેલા હેલિપેડ ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી સંઘવીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યા હતા.આ વાહનો વિવિધ જિલ્લામાં ફાળવવામાં આવ્યા છે. હવે, એક જ દિવસમાં રાજયના પોલીસ વિભાગની સેવાને વધુ ઝડપી બનાવવા માટે 949 વાહનોનો ઉમેરો થયો છે. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કામગીરીમાં સરળતા લાવવા માટે 100 સ્કુટર આપવામાં આવ્યા છે. તેમજ પોલીસ જવાનોની ટ્રાફિક, તપાસણી અને અન્ય કામગીરી માટે 298 આધુનિક બાઇક આપવામાં આવ્યા છે. તેમજ 4 મહાનગરોમાં કાર્યરત સી ટીમ માટે 68 બોલેરો આપવામાં આવી છે.

Next Story