અમદાવાદ: આ વ્યક્તિને અમેરિકા જવા માત્ર ૨ કલાકમાં પાસપોર્ટ મળી ગયો, કારણ જાણી તમે ચોંકી જશો

ક્યારેક સરકારી તંત્ર ક્યારેક એવું કામ કરે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાઉ છો આવું જ કંઈક થયું છે અમદાવાદમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસ એવું કામ કર્યું

New Update
અમદાવાદ: આ વ્યક્તિને અમેરિકા જવા માત્ર ૨ કલાકમાં પાસપોર્ટ મળી ગયો, કારણ જાણી તમે ચોંકી જશો

ક્યારેક સરકારી તંત્ર ક્યારેક એવું કામ કરે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાઉ છો આવું જ કંઈક થયું છે અમદાવાદમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસ એવું કામ કર્યું કે તમે પણ વાહ બોલી ઉઠશો અમેરિકામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા થલતેજના 23 વર્ષના યુવાન ના પિતા જતીનકુમાર પટેલ ને પુત્રની અંત્યેષ્ટિ માટે જવા અમદાવાદ પાસપોર્ટ ઓફિસ માત્ર 2 કલાકમાં પાસપોર્ટ કાઢી આપ્યો હતો.અમદાવાદમાં રહેતા જતીનકુમાર અને તેમના સગા સોમવારે રીજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાને મળ્યા હતા અને અમેરિકા જવા તાત્કાલિક પાસપોર્ટ ની જરૂર હોવાની રજૂઆત કરી હતી. પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ અન્ય કામ બાજુ મૂકી તત્કાલ નવો પાસપોર્ટ બનાવવામાં લાગી ગયા હતા.ભૂતકાળમાં પણ અમદાવાદ પાસપોર્ટ ઓફિસ આકસ્મિક સંજોગોમાં વિદેશ જવું પડે તેમ હોય તેવા લોકોને માનવતાનો દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખી તત્કાલ પાસપોર્ટ બનાવી આપ્યા હતા. જતીનકુમાર પટેલ નો 23 વર્ષનો એકનો એક પુત્ર અમેરિકામાં અભ્યાસ માટે ગયો હતો.ક્રિસમસ વેકેશન માં મિત્રો ફરવા ગયેલા શ્રેયની કાર ને બરફના તોફાનને કારણે અકસ્માત થતાં તેનું મૃત્યુ થયું હતું. થલતેજમાં રહેતા પિતા ને આ દુઃખદ સમાચાર મળ્યા હતા પરંતુ પુત્રનું મોંઢું છેલ્લીવાર જોવા અમેરિકા જવા માટે તેમની પાસે પાસપોર્ટ ન હતો. અંતે જતીનકુમાર કેટલાક સગાં સાથે ગુલબાઈ ટેકરા ખાતે રીજનલ પાસપોર્ટ ઓફિસ આવ્યા હતા અને આરોપીઓને રજૂઆત કરી હતી. આરપીઓ એ તેમની ટીમના હરીશ માલાણી અને પ્રશાંત શર્મા ને પાસપોર્ટ માટેની કામગીરી સોંપી હતી. આમ માત્ર બે કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Latest Stories