/connect-gujarat/media/post_banners/e937f49add304cf44d5fc5c8d64618e4eab06be40a3235200000093cdd468940.jpg)
રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. અમદાવાદના લો ગાર્ડન પાસે એક વૃક્ષ ધરાશાયી અફરાતફરી મચી જવા પામી હતી.
રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. અમદાવાદનાં લો ગાર્ડન પાસે આવેલું એક વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું હતું. અચાનક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તા પર પસાર થતી રિક્ષા પર પડ્યું હતું. જોકે, સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ના હોવાથી મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોચી હતી. આ ઉપરાંત વૃક્ષ ધરાશાયી થતાં રિક્ષા સિવાય અન્ય 2થી વધુ વાહનોને પણ નુકસાન પહયોચ્યું જ્યારે ઘટનામાં 2થી વધુ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોચી હતી.
ઝાડ પડતા રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો જ્યારે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝાડને હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં અનેક વૃક્ષો વર્ષો જુના છે જે ભારે વરસાદમાં તૂટી પડે તેવી શક્યતા છે ત્યારે એએમસી દ્વારા વરસાદ પહેલા મોટા ઝાડને કટિંગ પણ કરવામાં આવે છે.