Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: બજરંગદળ દ્વારા યોજાયો ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ, ભારતને હિન્દુવાદી રાષ્ટ્ર ઘોષિત કરવા ઠરાવ કરાયો

બાપુનગર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી

X

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી.આ જાહેર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદની ભગિની સંસ્થા બજરંગ દળ તેમના કાર્યકરોને ત્રિશુળ દીક્ષા આપે છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં 1100 જેટલા યુવાનોને ત્રિશુલ અર્પણ કરવામાં આવ્યા હતા.આ દીક્ષા કાર્યક્રમમાં વીએચપીના મહામંત્રી ધર્મેન્દ્ર ભાવાણી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનો ઉદેશ હિન્દુ સમાજની રક્ષા કરવા માટે યુવાનોને જાગૃત કરવા અને હિન્દુ ચેતના જગાવવા માટેનો છે.અમદાવાદમાં બજરંગદળ દ્વારા આવા 21 ત્રિશૂલ દીક્ષા યોજવામાં આવશે જેમાં 50 હજારથી વધારે યુવાનોને ત્રિશૂલ અર્પણ કરવામાં આવશે.ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમમાં દેશને હિન્દુવાદી રાષ્ટ્ર ઘોષિત કરવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો

Next Story